
Indians Returning from America: આજે બપોરે 1 વાગ્યે અમૃતસર એરપોર્ટ પર ભારતીયોને લઈને પહોંચશે વિમાન
અમેરિકન રાષ્ટ્રપતિએ ગેરકાયદે રહેતા 200થી વધુ ભારતીયોને તગેડી મૂક્યા છે.. રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા ત્યારે ભારત વતી વિદેશ મંત્રી એસ જયશંકર હાજર રહ્યા હતા. આ પછી તેમણે અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબીયો સાથે બેઠક કરેલી. આ બેઠકમાં એમરિકાએ ભારતીયો દ્વારા અમેરિકામાં ગેરકાયદે થતા પ્રવેશ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ટેલીફોનીક ચર્ચામાં પણ આ મામલે ચર્ચા થઇ હતી અને ભારતે અમેરિકાને આ નાગરીકોને ભારત પરત સ્વીકારવા માટે જે જરૂરી હશે તેવી ખાતરી આપી છે. અત્યારે અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા 18000 જેટલા નાગરીકોની ઓળખ કરી છે અને તેને સ્વીકારવા ભારતે તૈયારી પણ દર્શાવી છે.
જે ૨૦૫ ભારતીય નાગરીકોને પરત મોકલવામાં આવ્યા છે તેમની ઓળખ અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં ભારત સરકારે પણ ભૂમિકા ભજવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ રીતે બન્ને દેશો એકબીજાને સહકાર આપી આવનારા દિવસોમાં વધારે ફ્લાઈટ થકી નાગરીકોને પરત લાવે તેવી શક્યતા છે.
Indians Returning from America: આજે બપોરે 1 વાગ્યે અમૃતસર એરપોર્ટ પર ભારતીયોને લઈને પહોંચશે વિમાન