Iran-Israel War Update: કતરમાં અમેરિકન સૈન્ય બેઝ પર ઈરાનનો મોટો હુમલો

મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમા પર પહોંચ્યો છે. ઇરાને કતાર, ઇરાક અને બહેરીનમાં આવેલા અમેરિકી લશ્કરી મથકો પર મોટો હુમલો કર્યો છે. ઇરાની સેનાએ કતારમાં આવેલા અમેરિકી એરબેઝ અને ઇરાકમાં અલ અસદ એરબેઝ પર અનેક મિસાઇલો છોડી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, બહેરીનમાં અમેરિકી લશ્કરી મથકોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે.

હુમલા બાદની સ્થિતિ

આ હુમલા બાદ સમગ્ર મધ્ય પૂર્વમાં ભય અને અરાજકતાનો માહોલ છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) એ તાત્કાલિક પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. ઓમાન, કુવૈત અને બહેરીનમાં હુમલાને લઈને સાયરન વાગી રહ્યા છે, જે નાગરિકોમાં ભય પેદા કરી રહ્યા છે. ઇરાની સેનાએ આ હુમલાઓની સત્તાવાર પુષ્ટિ કરી છે. બીજી તરફ, સાઉદી અરેબિયાના આકાશમાં યુએસ ફાઇટર જેટ જોવા મળ્યા છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે.

હુમલાના પગલે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાત્કાલિક સુરક્ષા સમિતિની ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. ટ્રમ્પે આ પહેલા જ ઇરાનને બદલો લેવાની ચેતવણી આપી હતી. ઇરાની સેનાના નવા વડા મેજર જનરલ અમીર હતામીએ પણ અમેરિકાને કડક જવાબ આપવાની ધમકી આપી હતી. હતામીએ કહ્યું હતું કે, "અમે ઘણી વખત અમેરિકાનો સામનો કર્યો છે. જ્યારે પણ તેઓએ અમારા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે તેમને કડક જવાબ મળ્યો છે. અમારા ઘણા સૈનિકો શહીદ થયા છે, પરંતુ અમે સંપૂર્ણ તાકાત અને હિંમત સાથે લડીશું."

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola