Israel Lebanon War: ઇઝરાયલનો ગાઝાની મસ્જિદ પર બોમ્બમારો, અનેક લોકોના મોત

Continues below advertisement

Israel Lebanon War: લેબનાન પર ઇઝરાયેલના હુમલા ચાલુ છે. ઇઝરાયેલી સેનાએ બેરૂતના દક્ષિણી ઉપનગરોમાં 30 થી વધુ હવાઈ હુમલા કર્યા છે. લેબનીઝ મીડિયાએ આ હુમલાઓને અત્યાર સુધીના સૌથી હિંસક હુમલા ગણાવ્યા છે. ઈઝરાયેલે કહ્યું કે તેણે હિઝબુલ્લાહના હથિયારોના ડેપોને નિશાન બનાવ્યું છે.

ઈઝરાયેલી સેનાએ રવિવારે (6 ઓક્ટોબર) સવારે એક મસ્જિદ પર હવાઈ હુમલો કર્યો હતો. IDF એ દાવો કર્યો હતો કે મસ્જિદ અને શાળાનો ઉપયોગ હમાસ માટે કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર તરીકે કરવામાં આવી રહ્યો છે. આ હવાઈ હુમલામાં 24 લોકોના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે.

હિઝબુલ્લાહે કર્યો ઇઝરાયેલી સેના પર હુમલો કરવાનો દાવો 
હિઝબુલ્લાહએ મનારામાં ઇઝરાયલી સૈનિકો પર હુમલાનો દાવો કર્યો છે. હિઝબુલ્લાહનું કહેવું છે કે તેણે રવિવારે ઉત્તર ઇઝરાયેલના મનારામાં ઇઝરાયલી સૈનિકો પર રૉકેટ અને મિસાઇલ વડે ત્રણ હુમલા કર્યા. આ પહેલા હિઝબુલ્લાએ બ્લિદામાં ખાલેત શુએબ દ્વારા લેબનાનમાં ઘુસણખોરીનો પ્રયાસ કરનારા ઈઝરાયલી સૈનિકો પર હુમલો કરવાનો પણ દાવો કર્યો હતો. ત્યારે હિઝબુલ્લાએ કહ્યું હતું કે આ હુમલાઓએ ઇઝરાયલી સૈનિકોને પીછેહઠ કરવા મજબૂર કર્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram