Justin Trudeau Resigns : જસ્ટિન ટ્રૂડોએ કેનેડાના PM પદેથી આપી દીધું રાજીનામું, પાર્ટી પણ છોડી દીધી
Justin Trudeau Resigns : જસ્ટિન ટ્રૂડોએ કેનેડાના PM પદેથી આપી દીધું રાજીનામું, પાર્ટી પણ છોડી દીધી
Justin Trudeau Steps Down as Canadian PM: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના લિબરલ પાર્ટીના નેતા પદેથી રાજીનામાની ઘોષણા કરી છે. ૨૦૧૫થી સત્તાના સૂત્રો સંભાળનાર ટ્રુડો પોતાના પક્ષની અંદરથી વધી રહેલા દબાણ બાદ આ નિર્ણય લીધો છે. જોકે, નવા નેતાની પસંદગી સુધી તેઓ વડાપ્રધાન પદે ચાલુ રહેશે.
૫૩ વર્ષીય ટ્રુડો છેલ્લા કેટલાક સમયથી વધતી જતી અલોકપ્રિયતાનો સામનો કરી રહ્યા હતા. ખાદ્ય પદાર્થો અને આવાસના ભાવોમાં થયેલો વધારો તેમજ ઇમિગ્રેશનમાં નોંધાયેલો તીવ્ર વધારો તેમની સરકાર માટે મોટો પડકાર બન્યો હતો.
આગામી ચૂંટણી ઓક્ટોબર ૨૦૨૪માં યોજાવાની સંભાવના છે, જેમાં વિપક્ષ કન્ઝર્વેટિવ પાર્ટી મજબૂત સ્થિતિમાં છે. ટ્રુડોના રાજીનામાથી લિબરલ પાર્ટી સમક્ષ નવા નેતાની પસંદગી અને આગામી ચૂંટણીની તૈયારીનો પડકાર ઊભો થયો છે.