Nepal Protest News: નેપાળમાં હિંસક પ્રદર્શન વચ્ચે અનેક ગુજરાતીઓ ફસાયા
નેપાળમાં હાલ રાજકિય સંકટ ઘેરાયું છે, નેપાળમાં સોશિયલ મી઼ડિયાના પ્રતિબંધ બાદ Gen Zના ઉગ્ર પ્રદર્શનના કારણે દેશની શાંતિ ડહોળાઇ છે. આ સ્થિતિ દરમિયાન પ્રવાસે ગયેલા 50 વધુ ગુજરાતી પણ નેપાળમાં ફસાયા છે.
નેપાળમાં હિંસાને લઈ અનેક ગુજરાતીઓ ફસાયા છે. નેપાળ પ્રવાસે ગયેલા ભાવનગર શહેર, જિલ્લાના 43 લોકો જ્યારે સુરતના 13 પ્રવાસીઓ કાઠમંડૂમાં અટવાયા છે...આ તમામ લોકો હોટલમાં સુરક્ષિત છે. તો આ તરફ રાજ્ય સરકારે પણ હેલ્પ લાઈન નંબર જાહેર કર્યા છે. હાલ ગુજરાતી નાગિરકોને કાઠમંડૂ સ્થિત ભારતીય દુતાવાસનો સંપર્ક કરવા માટે જાણ કરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે પણ સોશલ મીડિયા પર પોસ્ટ કરી..નેપાળમાં રાજકીય અસ્થિરતા અને હિંસાની ઘટનાઓમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓના સુરક્ષિત પરત ફરવા સંદર્ભે ગુજરાતનું વહીવટીતંત્ર ભારતના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં હોવાની જાણકારી આપી. આ અંગે રાજ્યના અધિકારીઓને પણ જરૂરી દિશાનિર્દેશ આપ્યા છે.