Milton Typhoon In USA | 10 જ દિવસમાં બીજા વાવાઝોડાએ મચાવી દીધી તબાહી, જુઓ વીડિયોમાં
અમેરિકામાં તોફાન મિલ્ટન તબાહી મચાવશે. અનેક શહેરોમાં ડરનો માહોલ છે. 11 લાખથી વધુ લોકો શહેર છોડીને ભાગી ગયા છે. યુએસ નેશનલ હરિકેન સેન્ટરના જણાવ્યા અનુસાર તોફાન મિલ્ટન હજુ 400 કિલોમીટર દૂર છે. તે કોઈપણ સમયે ફ્લોરિડાના દરિયાકાંઠે ટકરાઇ શકે છે. તેને સદીનું સૌથી ભયાનક તોફાન ગણાવવામાં આવી રહ્યું છે કારણ કે તેની ઝડપ 270 કિલોમીટરથી વધુ છે. પ્રશાસને તેને કેટેગરી-5માં રાખ્યું છે, જે અત્યંત જોખમી માનવામાં આવે છે. અનેક શહેરોમાં ઘરો ઉડી જવાનો અને વીજ પુરવઠો ખોરવાઈ જવાનો ભય છે.
રાષ્ટ્રપતિ જો બાઇડને લોકોને તાત્કાલિક શહેર ખાલી કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે તોફાન મિલ્ટન ઝડપથી આવી રહ્યું છે. કૃપા કરીને અધિકારીઓની સૂચનાઓનું પાલન કરો. યુએસ નેશનલ હરિકેન સેન્ટરના જણાવ્યા અનુસાર, તે ટેમ્બાના દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા છે, જ્યાં વસ્તી લગભગ ત્રણ મિલિયન છે.