Passenger Plane Crashes In Kazakhstan : 110 મુસાફરો લઈ રશિયા જતું પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશ

Continues below advertisement

Passenger Plane Crashes In Kazakhstan : 110 મુસાફરો લઈ રશિયા જતું પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશ

Plane crash in Kazakhstan: કઝાકિસ્તાનના અક્તાઉ શહેર નજીક એક પેસેન્જર પ્લેન ક્રેશ થવા રિપોર્ટ મળી રહ્યા છે. દુર્ઘટનામાં ઘણા લોકોના મોતની આશંકા છે. દુર્ઘટના પહેલા પ્લેને અક્તાઉ એરપોર્ટ પર ઘણી વખત ચક્કર લગાવ્યા હતા. આ પ્લેન અઝરબૈજાન એરલાઈન્સનું હતું.

કઝાકિસ્તાનના ઇમરજન્સી મંત્રાલયે પુષ્ટી કરી છે કે વિમાન બાકુથી રશિયાના ચેચન્યાના ગ્રોઝની જઇ રહ્યું હતું અને અક્તાઉ નજીક ક્રેશ થયું હતું. પરંતુ, ગ્રોઝનીમાં ધુમ્મસને કારણે તેનો રૂટ બદલવામાં આવ્યો હતો.

કઝાકિસ્તાનના સ્થાનિક મીડિયા અનુસાર, વિમાનમાં 105 મુસાફરો અને 5 ક્રૂ મેમ્બર સવાર હતા. જો કે, રોઇટર્સે આ માહિતીની પુષ્ટી કરી નથી. અકસ્માત અંગે અઝરબૈજાન એરલાઈન્સ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ અકસ્માત ઉડ્ડયન સુરક્ષા માટે બીજી પડકારજનક ઘટના છે. વધુ માહિતી મળ્યા બાદ સ્થિતિ સ્પષ્ટ થશે. જો કે, આ દરમિયાન, કઝાકિસ્તાનના ઇમરજન્સી મંત્રાલયે જણાવ્યું હતું કે અકસ્માતની જાણ થતાં જ ઇમરજન્સી સેવાઓ સ્થળ પર પહોંચી ગઇ હતી. વિમાનમાં લાગેલી આગને ઓલવવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. અકસ્માતનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram