તુર્કીઃ શ્વાનની વફાદારીનો અનોખો કિસ્સો, માલિકને મળવા હોસ્પિટલની બહાર છ દિવસ કર્યા પસાર

Continues below advertisement
આ કહાણી છે એક બીમાર માલિક અને તેના વફાદાર મિત્ર બનોકની. જી હાં, માલિકને બીમાર થતાં જતાં જોઇને પાલતૂ  શ્વાન બોનક  ચિંતાતૂર થઇ ગયો. બોનક  ઘરેથી એમ્બ્યુલન્સ પાછળ દોડતો હોસ્પિટલ પહોંચ્યો અને એક નહી પરંતુ  6 દિવસ સુધી તે હોસ્પિટલની બહાર માલિકની સાજા થવાની રાહ જોતો રહ્યો.  માલિક જ્યારે સાજા થઇને બહાર આવ્યાં તો જાણે તેના ઇંતેજારનો અંત આવ્યો.  માલિકને સ્વસ્થ હાલતમાં જોઇને તે તેમની વ્હિલચેર આસપાસ કૂદવા લાગ્યો અને વ્હાલથી વળગી ગયો. બનોકના માલિક પ્રત્યેના આ અદભૂત પ્રેમને જોઇને હોસ્પિટલનો સ્ટાફ પણ ગદગદિત થઇ ગયો. બોનકના અદભૂત પ્રેમની કહાણી ખરેખર હૃદયસ્પર્શી  છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram