Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોત

Continues below advertisement

Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોત

નેપાળના લોબુચેથી 84 કિમી ઉત્તર-ઉત્તર-પશ્ચિમમાં 6.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેની ઊંડાઈ 10 કિમી હતી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. બિહારના પટના સહિત અનેક જિલ્લાઓમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મંગળવારે સવારે 6.40 કલાકે લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. નેપાળ અને ચીનમાં પણ ધરતી ધ્રૂજી. નેપાળમાં તેની તીવ્રતા 6.5 માપવામાં આવી હતી જ્યારે ચીનમાં તે 6.9 હતી. તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 53 લોકોના મોત નીપજ્યા છે. 

નેપાળના કાઠમંડુ, ધાડિંગ, સિંધુપાલચોક, કાવરે, મકવાનપુર અને અન્ય ઘણા જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળ હોવાનું કહેવાય છે. તાજેતરના સમયમાં, ભારત સહિત ઘણા દેશોમાં ભૂકંપની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.પૃથ્વી સાત ટેક્ટોનિક પ્લેટોથી બનેલી છે. આ પ્લેટો તેમની જગ્યાએ સતત ફરતી રહે છે. જો કે, કેટલીકવાર તેમની વચ્ચે સંઘર્ષ અથવા ઘર્ષણ થાય છે. આ કારણે આપણે ધરતીકંપ અનુભવીએ છીએ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram