Japan: જાપાનમાં ખતરનાક ચક્રવાતી તોફાનનો કહેર, ભારે વરસાદથી જળબંબાકાર

Continues below advertisement

જાપાનના પૂર્વીય વિસ્તારોમાં ખતરનાક ચક્રવાતી તોફાન અને ભારે વરસાદે તબાહી મચાવી હતી. ઇઝુ દ્વીપસમૂહ અને કાંતો વિસ્તાર તોફાનની ઝપેટમાં આવ્યા હતા.  અનેક વિસ્તારોમાં 300 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. ભારે વરસાદ અને તોફાનના કારણે અનેક ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે. તોફાનની તીવ્રતા એટલી વધુ હતી કે હવામાં ઉડતું વિમાન પણ જોરદાર હિંચકાઓ ખાતું જોવા મળ્યું. જેના કારણે વિમાનમાં સવાર મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તોફાનની અસર માત્ર આકાશમાં જ નહીં, પરંતુ જમીન પર પણ જોવા મળી હતી. ભારે પવનના કારણે રસ્તાઓ પર લોકો માટે ઊભા રહેવું પણ મુશ્કેલ બન્યું. પૂર્વી જાપાનના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે તોફાને મુશ્કેલી વધારી હતી. અનેક સ્થળોએ જનજીવન પ્રભાવિત થયું છે અને હવાઈ સેવાઓ પર પણ અસર પડી હતી. જાપાનમાં હાલમાં એશિયન ગેમ્સ પણ ચાલી રહી છે. ત્યારે કુદરતના આ કહેરના કારણે એશિયન ગેમ્સના કેટલાક ઈવેન્ટ્સ પર પણ અસર થવાની શક્યતા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola