US: વિમાન ઉડ્યાના થોડી ક્ષણોમાં એન્જિનમાં લાગી આગ, વિમાનમાં 241 મુસાફરો હતા સવાર
અમેરિકામાં ટેક ઓફ થયાના થોડા સમય બાદ પ્લેનના એન્જિનમાં આગ લાગતા 241 મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા. અમેરિકાના કોલોરાડોમાં બોઈંગ 777 વિમાન રન વે પરથી ટેક ઓફ તો થયુ પરંતુ ટેક ઓફના થોડા સમય બાદ જ વિમાનના એક એન્જિનમાં આગ લાગી હતી. આગ લાગતા જ વિમાનમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોટ્યા. એક મુસાફરે વિમાનની અંદરથી જ આ એન્જિનમાં આગ લાગ્યાનો વીડિયો મોબાઇલમાં ઉતારી લીધો હતો. જો કે વિમાનના પાયલટે તરત જ સતર્કતા દાખવીને વિમાનનું ઈમરજંસી ઉતરાણ કર્યુ..