US Israel Iran War Update: ઈરાનના સૌથી મોટા બ્રિજ પર અમેરિકાનો હુમલો, અત્યાર સુધી 8 લોકોના મોત

અમેરિકા અને ઈઝરાયલે કરેલા ભીષણ હવાઈ હુમલામાં ઈરાનની લાઈફલાઈન ગણાતો બ્રિજ ધરાશાયી થયો. તેહરાનને પશ્ચિમ શહેર કરજ સાથે જોડતા મહત્વપૂર્ણ હાઈવે બ્રિજને અમેરિકા અને ઈઝરાયલે નિશાન બનાવ્યો.. હુમલામાં 8 લોકોના મોત થયા, જ્યારે અનેક લોકો ઘાય છે. હુમલામાં  'B1 બ્રિજ' ને ભારે નુકસાન થયું.  અંદાજે 37,000 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવાયો હતો. આ બ્રિજ 1050 મીટર લાંબો હતો અને તેની ગણતરીના મધ્ય પૂર્વના સૌથી મોટા પુલોમાં થતી હતી.

ઈરાન કયા પુલોને નિશાન બનાવી શકે છે?

અનાદોલુના એક અહેવાલ મુજબ, ઈરાનની યાદીમાં કુવૈતનો શેખ જાબેર અલ-અહમદ અલ-સબાહ સી બ્રિજ, સંયુક્ત આરબ અમીરાત (UAE)નો શેખ ઝાયેદ બ્રિજ, અલ મક્તા બ્રિજ અને શેખ ખલીફા બ્રિજ, સાઉદી અરેબિયાને બહેરીન સાથે જોડતો કિંગ ફહદ કોઝવે, તેમજ જોર્ડનનો કિંગ હુસૈન બ્રિજ, દામિયા બ્રિજ અને અબ્દુન બ્રિજનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, આ હુમલો યુએસ પ્રમુખ ટ્રમ્પે ઈરાનને "પાષાણ યુગ" મોકલવાની ધમકી આપ્યા બાદ થયો છે. ગુરુવારે થયેલા યુએસ-ઇઝરાયલી હુમલામાં મધ્ય પૂર્વના સૌથી ઊંચા પુલને આંશિક નુકસાન થયું હતું. 136  મીટર ઉંચો B1 પુલ નિર્માણાધીન હતો અને તેહરાનને પશ્ચિમી શહેર કારાજ સાથે જોડવાનો હતો. આ હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola