USA Debbie Cyclone | ફ્લોરિડા પર ડેબી વાવાઝોડાનો કહેર, જુઓ તબાહીના દ્રશ્યો| Watch Video
અમેરિકામાં ટેક્સાસ અને બીજા રાજ્યોમાં હજુ થોડા દિવસો પહેલા જ એક વાવાઝોડું પસાર થયું હતું અને ત્યાં ફ્લોરિડા પર બીજું વાવાઝોડું ત્રાટક્યું છે. આ વખતે હરિકેન ડેબી હાહાકાર મચાવી રહ્યો છે જેમાં ફ્લોરિડામાં ચાર લોકોના મોત થયા છે અને લોકોની પ્રોપર્ટીને ભારે નુકસાન પહોંચ્યું છે. ચક્રવાતી વાવાઝોડાની સાથે ભારે વરસાદ પડ્યો છે. ઓથોરિટીઝ માને છે કે કલાકોની અંદર જ ઓછામાં ઓછા 30 ઈંચ વરસાદ ખાબકશે. છ-સાત મહિનામાં જે વરસાદ પડતો હોય તે અમુક કલાકોની અંદર જ પડી જાય તેવી શક્યતા છે.
સોમવારે આ વાવાઝોડાના કારણે 1700 થી વધારે ફ્લાઈટ કેન્સલ કરવી પડી હતી અને 5800 ફ્લાઈટ ડિલે થઈ હતી. ઓર્લાન્ડો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કામકાજ બંધ કરી દેવું પડ્યું હતું. રવિવારથી જ આખી વેધર સિસ્ટમ એવી થઈ ગઈ હતી કે વાવાઝોડાની શક્તિ વધતી જતી હતી. ત્યાર પછી 95 માઈલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા લાગ્યો હતો. નોર્થ ઈસ્ટ સાઉથ કેરોલિનામા ભયંકર સ્થિતિ પેદા થઈ છે.