USA Fire News: લોસ એન્જલસમાં 25 હજાર એકરમાં ફેલાઈ આગ, હોલીવૂડ સ્ટાર્સના બંગલા ખાખ
Continues below advertisement
અમેરિકાના લોસ એન્જલસમાં અનેક દિશાઓથી ફેલાતી ભયંકર જંગલની આગ અમેરિકન ફિલ્મ ઉદ્યોગના પ્રતીકાત્મક કેન્દ્ર હોલીવુડ હિલ્સની નજીક પહોંચી ગઈ હતી. આગ હજુ પણ કાબુમાં નથી આવી અને સેંકડો ફાયર ફાઈટર તેને ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગમાં પાંચ લોકોના મોત થયા છે અને 1.3 લાખથી વધુ લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આગના કારણે અત્યાર સુધીમાં 52 થી 57 અબજ ડોલરનું નુકસાન થયું છે. આગમાં બિલી ક્રિસ્ટલ, મેન્ડી મૂર, કેરી એલ્વેસ અને પેરિસ હિલ્ટન સહિતની હસ્તીઓના ઘરો સહિત એક હજારથી વધુ ઇમારતો નાશ પામી હતી. પેસિફિક કોસ્ટથી લઈને પાસાડેના સુધીના શહેરો તબાહ થઈ ગયા છે. આ આગને લોસ એન્જલસના ઈતિહાસની સૌથી વિનાશકારી ગણાવવામાં આવી રહી છે.
USA Fire News: લોસ એન્જલસમાં 25 હજાર એકરમાં ફેલાઈ આગ, હોલીવૂડ સ્ટાર્સના બંગલા ખાખ
Continues below advertisement