USA Tariff News: 'ટેરિફ બોમ્બ' ફોડતી વખતે ટ્રમ્પે PM મોદી વિશે શું કહ્યું?
USA Tariff News: 'ટેરિફ બોમ્બ' ફોડતી વખતે ટ્રમ્પે PM મોદી વિશે શું કહ્યું?
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના તમામ દેશો માટે ટેરિફની જાહેરાત કરી છે. જેને ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ નામ આપ્યું છે. ટેરિફની જાહેરાત કરતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'આ મુક્તિનો દિવસ છે જેની અમેરિકા લાંબા સમયથી રાહ જોઈ રહ્યું હતું.' આ ઉપરાંત તેમણે ભારત પર 26 ટકા ટેરિફ લાગૂ કર્યો છે...
અમેરિકાએ ભારત પર 26 ટકા ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે,'વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં અમેરિકાની મુલાકાતે આવ્યા હતા. તે મારા ખૂબ જ સારો મિત્ર છે. પરંતુ આ મુલાકાત દરમિયાન મેં વડાપ્રધાન મોદીને કહ્યું કે તમે અમારી સાથે યોગ્ય વર્તન નથી કરી રહ્યા. ભારત હંમેશા અમેરિકા પાસેથી 52 ટકા ટેરિફ વસૂલ કરે છે. તેથી અમે તેમની પાસેથી 26 ટકાના ટેરિફનો અડધો ભાગ વસૂલ કરીશું.'