Earthquake News : અમેરિકાના સાઉથ કેલિફોર્નિયામાં 5.3ની તિવ્રતાનો ભૂકંપ, સીસીટીવી આવ્યા સામે

Earthquake News : અમેરિકાના સાઉથ કેલિફોર્નિયામાં 5.3ની તિવ્રતાનો ભૂકંપ, સીસીટીવી આવ્યા સામે

US Earthquake: યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) એ જણાવ્યું હતું કે સોમવારે (14 એપ્રિલ) સવારે સાન ડિએગોમાં 5.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. લોસ એન્જલસ અને દક્ષિણ કેલિફોર્નિયાના ઘણા વિસ્તારોમાં તેના આંચકા અનુભવાયા હતા. USGS અનુસાર, આ ભૂકંપ જમીનની ખૂબ નજીક હતો અને તેનું કેન્દ્ર સેન ડિએગો કાઉન્ટીના જૂલિયન શહેરથી લગભગ 4 કિલોમીટર (2.5 માઇલ) દક્ષિણમાં હતું.

ચેતવણી જાહેર કરવામાં આવી

સેન ડિએગોમાં આવેલા ભૂકંપને કારણે લોકોના ઘરોમાં કબાટ ધ્રુજવા લાગ્યા. દરમિયાન યુરોપિયન-ભૂમધ્ય ભૂકંપશાસ્ત્રીય કેન્દ્ર (EMSC) એ પણ આ ભૂકંપની પુષ્ટી કરી છે અને લોકોને ચેતવણી આપી છે કે વધુ ભૂકંપ આવી શકે છે. "આગામી થોડા કલાકો કે દિવસોમાં વધુ ભૂકંપના આંચકા અનુભવાઈ શકે છે. જરૂરી ન હોય ત્યાં સુધી ભૂકંપથી પ્રભાવિત વિસ્તારોમાં મુસાફરી કરશો નહીં. કૃપા કરીને સતર્ક રહો અને સરકારી સૂચનાઓનું પાલન કરો," અર્થ પ્રેડિક્શન નામની એક સંસ્થાએ કેલિફોર્નિયામાં ભૂકંપ અંગે 48 કલાકની ચેતવણી જાહેર કરી છે.

તેમણે કહ્યું હતું કે "બધી આગાહીઓ એક જ વાત કહી રહ્યા છે કે દક્ષિણ કેલિફોર્નિયામાં એક મોટો ભૂકંપ આવવાનો છે, જે માલિબુથી 100 માઇલના દાયરામાં આવી શકે છે. તારીખ 14 અને 16 એપ્રિલની વચ્ચે છે (મોટા ભાગે 15 એપ્રિલના રોજ). કૃપા કરીને તમારા મિત્રો અને પરિવારને ચેતવણી આપો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola