વેનેઝુએલામાં વિનાશકારી ભૂકંપ, રાજધાની કારાકાસમાં વ્યાપક નુકસાન

Continues below advertisement

લેટિન અમેરિકાના દેશ વેનેઝુએલામાં ગુરુવારે વહેલી સવારે (ભારતીય સમય મુજબ) સતત બે શક્તિશાળી ભૂકંપોએ ભારે વિનાશ સર્જ્યો. રાજધાની કરાકાસ સહિત અનેક વિસ્તારોમાં ઇમારતો ધરાશાયી થઈ ગઈ, લોકો કાટમાળમાં ફસાઈ ગયા અને મોટા પાયે નુકસાનના અહેવાલો સામે આવ્યા છે. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે જણાવ્યું હતું કે ભૂકંપમાં ઓછામાં ઓછા 32 લોકો માર્યા ગયા અને 700 અન્ય ઘાયલ થયા. રોડ્રિગ્ઝે ઉમેર્યું કે લા ગુએરા શહેરમાં ડઝનબંધ ઇમારતો ધરાશાયી થઈ. તેમણે તેને " ભીષણ દુર્ઘટના" ગણાવી હતી. કારાકાસના ચાકાઓ નગરપાલિકાના મેયર ગુસ્તાવો ડુકે જણાવ્યું હતું કે, ભૂકંપથી જિલ્લામાં ચાર ઇમારતો સંપૂર્ણપણે નાશ પામી છે અને એક વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ થઈ છે. તેમણે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે 22 અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola