તાલિબાન કોણ છે? આ સંગઠનનો શું છે ઉદેશ, કેમ કર્યો અફઘાનિસ્તાન પર કબ્જો, જાણવા જુઓ વીડિયો
સમગ્ર દુનિયા મૌન બનીને જોતી રહી ગઇ અને તાલિબાને અફઘાનિસ્તા પર કબ્જો કરી લીઘો. ભારત જ્યારે આઝાદીનો ઉત્સવ મનાવી રહ્યું હતું તે સમયે તાલિબાનના ફાઇટર્સ કાબૂલને ઘેરી રહ્યાં હતા. ઉલ્લેખનિય છે કે, જ્યાં તાલિબાનો કબ્જો થાય છે ત્યાં શરિયા કાનૂન અને કોડા મારવાની સજા, જાહેરમાં હત્યા, મહિલાની આઝાદી પર પ્રતિંબંધ, જેવા અનેક અમાનવીય કાયદા લાગૂ થાય છે. તાલિબાનની આ તાસીરથી ભયભીત લોકો હાલ પાડોશી દેશમાં શરણ લેવા મજબુર બન્યાં છે. સૌથી પહેલા એ સમજી લઇએ કે તાલિબાન કોણ છે અને તેનો ઉદેશ શું છે? અફઘાનિસ્તાનમાં રશિયા સૈનિકની વાપસી બાદ ઉત્તરી પાકિસ્તાનમાં તાલિબાનનો ઉદય થયો. પશ્તો ભાષામાં તાલિબાનનો અર્થ થાય છે વિદ્યાર્થી, ખાસ કરીને એવા વિદ્યાર્થી જે કટ્ટર ઇસ્લામી ધાર્મિક શિક્ષાથી પ્રેરિત છે.