Champions Trophy 2025| પાકિસ્તાન નહીં જાય ટીમ ઈન્ડિયા, જાણો શું છે મોટું કારણ?
Champions Trophy 2025 IND vs PAK: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનમાં આયોજિત થવાની છે. ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટ માટે નહીં જાય. એક રિપોર્ટ અનુસાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આ અંગે ICC સાથે વાત કરશે. આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન હાઈબ્રિડ મોડલ હેઠળ થઈ શકે છે. ટીમ ઈન્ડિયાની મેચો દુબઈ અથવા શ્રીલંકામાં યોજાઈ શકે છે. આ પહેલા એશિયા કપમાં પણ આવું જ બન્યું હતું.
ANIના એક સમાચાર અનુસાર, ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જાય તેવી શક્યતા નથી. BCCI દુબઈ અથવા શ્રીલંકામાં મેચોની યજમાની કરવા માટે ICC સાથે વાત કરશે. એવું પણ શક્ય છે કે ટીમ ઈન્ડિયા તેની મેચ દુબઈ અથવા શ્રીલંકામાં રમે અને બાકીની મેચ પાકિસ્તાનમાં યોજાય. આ પહેલા એશિયા કપમાં પણ કંઈક આવું જ બન્યું હતું. ભારતે તેની તમામ મેચો શ્રીલંકામાં રમી હતી.