T20 World Cup 2024 | Afghanistan vs Australia | ઓસ્ટ્રેલિયાને હરાવી અફઘાનિસ્તાને સર્જ્યો મોટો અપસેટ

Continues below advertisement

Upsets Of T20 World Cup: અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. રાશિદ ખાનની આગેવાનીમાં અફઘાનિસ્તાન 21 રને જીત્યું છે. પ્રથમ બેટિંગ કરવા આવેલી અફઘાનિસ્તાની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 148 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયા 19.2 ઓવરમાં 127 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જો કે, ટી20 વર્લ્ડકપના ઈતિહાસમાં આ પહેલીવાર નથી જ્યારે મોટી ટીમોએ નાની ટીમોને હરાવીને ચોંકાવી હોય. T20 વર્લ્ડકપમાં ઉતાર-ચઢાવ આવ્યા છે. આજે અમે તમને અહીં T20 વર્લ્ડકપના ઈતિહાસના 10 સૌથી મોટા ઉલટફેર બતાવી રહ્યાં છીએ. 

2007માં પ્રથમ વખત T20 વર્લ્ડકપ રમાયો હતો. આ વર્લ્ડકપમાં ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. વળી, T20 વર્લ્ડકપ 2009 માં નેધરલેન્ડે ઇંગ્લેન્ડને હરાવીને આશ્ચર્યચકિત કર્યું. જ્યારે ગત T20 વર્લ્ડકપમાં નામીબિયાએ શ્રીલંકાને હરાવ્યું હતું. ટી20 વર્લ્ડકપ 2014માં ઈંગ્લેન્ડને નેધરલેન્ડ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ પછી અફઘાનિસ્તાને T20 વર્લ્ડકપ 2016માં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું. જોકે, આ ટૂર્નામેન્ટ પાછળથી વેસ્ટ ઈન્ડિઝે જીતી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram