IND vs ENG 5th Test: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી સિરિઝ કરી બરાબર, ઓવલ ટેસ્ટમાં ભારતની 6 રને રોમાંચક જીત

ઓવલ ખાતે રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ભારતે 6  રનથી જીત મેળવી હતી. ભારતે 374 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જવાબમાં, ઈંગ્લેન્ડની ટીમ 367 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 

ભારતે ઓવલ ખાતે રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ 6 રનથી જીતી લીધી છે. ભારતે 374  રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં, ઇંગ્લિશ ટીમ 367 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.  પાંચમા દિવસે ઇંગ્લેન્ડને જીતવા માટે 35  રનની જરૂર હતી અને ભારતને ચાર વિકેટની જરૂર હતી. 

સિરાજે આજે ત્રણ વિકેટ લીધી, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ એક વિકેટ લીધી. સિરાજે ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ ચાર વિકેટ લીધી. આકાશ દીપે એક વિકેટ લીધી. આ સાથે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 2-2 થી ડ્રો થઈ. શુભમન ગિલના નેતૃત્વ હેઠળની યુવા ટીમનું આ ઐતિહાસિક પ્રદર્શન છે. ગિલની યુવા ટીમે બધા ટીકાકારોને ચૂપ કરી દીધા અને શ્રેણી 2-2થી ડ્રો કરી.

ઓવલ મેદાન પર ભારત દ્વારા જીતવામાં આવેલી આ ફક્ત ત્રીજી ટેસ્ટ મેચ છે. ઉપરાંત, ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં આ ભારતની સૌથી ઓછા રનના માર્જિનથી જીત છે. અજિત વાડેકર અને વિરાટ કોહલી પછી શુભમન ગિલ ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો છે જેની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ ઓવલ મેદાન પર ટેસ્ટ મેચ જીતી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola