ઇગ્લેન્ડ અને ભારત વચ્ચેની ટેસ્ટ મેચ માટે આજથી મળશે ઓફલાઇન ટિકિટ, જાણો ક્યાંથી ખરીદી શકશો
મોટેરામાં મેચ નિહાળવા માગતા ક્રિકેટ રસીકો માટે સારા સમાચાર આવ્યા છે. હવે મોટેરા સ્ટેડિયમમાં રમાનાર ભારત-ઈંગ્લેંડ વચ્ચેની મેચ માટે ટિકિટોનું હવે ઓનલાઈનની સાથે ઓફ લાઈન બુકિંગ પણ શરુ થયુ છે. આજથી સરદાર પટેલ સ્ટેડિયમ અને નવરંગપુરા સ્ટેડિયમની ટિકિટ બારીથી ઓફલાઈન ટિકિટ ખરીદી શકાશે