BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની તબિયત ખરાબ થતા હોસ્પિટલમાં દાખલ કરાયા, જુઓ વીડિયો
Continues below advertisement
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની અચાનક તબિયત લથડતા કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર જિમમાં એક્સરસાઈઝ કરતા સમયે તબિયત બગડી હતી. તેમને છાતીમાં, હાથ અને પીઠમાં દર્દ થયું હતું અને આંખોમાં અંધારુ છવાઈ ગયું હતું. તેના બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Continues below advertisement