ABP News

T20 World Cup Final 2024 | આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઇનલ જંગ

Continues below advertisement

T20 World Cup 2024 Prize Money: ટી20 વર્લ્ડકપ 2024ની શરૂઆત પહેલા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આ ટૂર્નામેન્ટ માટે કુલ 11.25 મિલિયન યુએસ ડોલરની ઇનામી રકમની જાહેરાત કરી હતી. ભારતીય ચલણમાં આ રકમ અંદાજે 93.5 કરોડ રૂપિયા જેટલી છે. તમને જણાવી દઈએ કે 2022માં આયોજિત વર્લ્ડકપની સરખામણીમાં ઈનામની રકમ લગભગ બમણી થઈ ગઈ છે કારણ કે બે વર્ષ પહેલા રાખવામાં આવેલી ઈનામની રકમ લગભગ 46.6 કરોડ રૂપિયા હતી. જેમાંથી લગભગ 13.3 કરોડ રૂપિયા વિજેતા ટીમ ઈંગ્લેન્ડને ઈનામ તરીકે આપવામાં આવ્યા હતા. તો ચાલો જાણીએ 2024 ટી20 વર્લ્ડકપમાં વિજેતા ટીમને કેટલા પૈસા મળવાના છે.

ટી20 વર્લ્ડકપ 2024ની ફાઇનલમાં ભારત અને સાઉથ આફ્રિકા આમને સામને ટકરાશે અને તેમાંથી જે પણ વિજેતા બનશે તેને ભારતીય ચલણમાં લગભગ 20.4 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળશે. બીજીતરફ, રનર્સ અપને આમાંથી અડધુ એટલે કે 10.6 કરોડ રૂપિયા આપવામાં આવશે. આ વર્લ્ડકપમાં સૌથી નીચું સ્થાન મેળવનારી ટીમોને પણ પૈસા આપવામાં આવશે. સેમિફાઇનલમાં હારનારી ટીમો પણ અમીર બનશે, કારણ કે તે બંને ટીમોને 6.5 કરોડ રૂપિયા મળવાના છે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram