Tokyo Olympics 2020: વેટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતનાર મીરાબાઇ ચાનૂએ કહ્યુ- આખા દેશને મારી પાસે આશા હતી

મીરાબાઈ ચાનૂએ ટોક્યો ઓલિમ્પિક 2020માં ઈતિહાસ રચી દીધો છે. ભારત માટે મીરાબાઈ ચાનૂએ પ્રથમ મેડલ જીત્યો છે. મીરાબાઈ ચાનૂએ ક્લીન એડ જર્કના પ્રથમ પ્રયત્નમાં 110 કિલોગ્રામનો ભાર ઉઠાવ્યો છે. બીજા પ્રયત્નમાં મીરાબાઈ ચાનૂએ 115 કિલોગ્રામનો વજન ઉપાડવાનો પ્રયત્ને કર્યો અને તેમાં તેને સફળતા મળી અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યું. આ સાથે જ મિરાબાઈ ચાનૂ ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત માટે પ્રથમ મેડલ જીતનાર બની ગયા છે. આ ભારતનું પ્રથમ મેડલ છે. મીરાબાઇએ એબીપી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી અને મેડલ જીતવા પર ખુશી વ્યક્ત કરી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola