Vinesh Phogat Retirement | વિનેશ ફોગાટને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita | 8-8-2024

Continues below advertisement

પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચવા છતાં વધુ વજનના કારણે બહાર થઈ ગયેલી અનુભવી ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે (Vinesh Phogat)કુસ્તીમાંથી (wrestling) નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.નિવૃત્તિની જાહેરાત કરતા વિનેશ ફોગાટે કહ્યું છે કે તેની હિંમત તૂટી ગઈ છે. હવે રેસલર સાક્ષી મલિકે તેને પ્રોત્સાહિત કરી છે. તેમણે વિનેશ ફોગટની ભાવનાને પણ સલામ કરી હતી.

 

ભારતીય રેસલર વિનેશ ફોગાટ ઓલિમ્પિક ફાઇનલમાં પહોંચીને પણ મેડલ જીતી શકી નથી. 29 વર્ષની વિનેશનું ફાઈનલ મેચના દિવસે સવારે કુસ્તીબાજોનું વજન કરવામાં આવ્યું જેમાં તેનું વજન 100 ગ્રામ વધુ હતું. જેના કારણે વિનેશને ગેરલાયક ઠેરવવામાં આવી હતી અને તેને સિલ્વર મેડલ પણ આપવામાં આવ્યું નથી. આ દરમિયાન વિનેશે કુસ્તીમાંથી પણ સંન્યાસ લઈ લીધો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram