T20 World Cup 2024 | સેમિફાઈનલમાં અફઘાનિસ્તાનની સફર પૂર્ણ , સાઉથ આફ્રિકા સામે 56 રનમાં ઓલઆઉટ

Continues below advertisement

 ટી-20 વર્લ્ડકપ 2024 ની પ્રથમ સેમિફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહી છે. આ મેચ ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.  વર્લ્ડકપની સેમિફાઈનલ મેચમાં અફઘાનિસ્તાનની ટીમ માત્ર 56 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે માત્ર 57 રનનો ટાર્ગેટ મળ્યો છે.

મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ સાઉથ આફ્રિકાના બોલરો સામે 11.5 ઓવરમાં 56 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દરમિયાન આફ્રિકા તરફથી માર્કો જાનસેન અને તબરેઝ શમ્સીએ સૌથી વધુ 3-3 વિકેટ લીધી હતી. અફઘાનિસ્તાન તરફથી અઝમતુલ્લા ઓમરઝાઈએ ​​સૌથી વધુ 10 રન બનાવ્યા હતા.

ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો, જે તેના માટે બિલકુલ યોગ્ય સાબિત ન થયો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram