આધાર નંબરથી આ રીતે થઇ શકે છે ફ્રોડ, UIDAIએ કર્યો સચેત, છેતરપિંડીથી બચવા ફોલો કરો આ ટિપ્સ

Continues below advertisement

દેશમાં ઓનલાઇન ડોક્યુમેન્ટ સાથે ચેડા કરીને ફ્રોડ થયાની ઘટનાઓ છાશવારે બનતી રહે છે. આ રીતે આધારકાર્ડના નંબર સાથે ચેડાં કરીને આપની સાથે છેતરપિંડી થઇ શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય વિશિષ્ટ ઓળખ ઓથોરિટી એટલે કે, (UIDAI)એ લોકોને સચેત કર્યાં છે અને ફ્રોડથી બચવાની ચેતાવણી આપી છે. UIDAIએ જણાવ્યું છે કે, જો આપ આપના આધાર કાર્ડને કોઇ પબ્લિક કમ્પ્યુટર અથવા ઇન્ટરનેટ કેફેથી  ડાઉનલોડ કરી રહ્યાં હો તો કામ પુરુ થતાં, તેને ત્યાંથી તરત જ ડિલિટ કરી દો. પબ્લિક કમ્પ્યુટરમાં આધારકાર્ડની ઇ-કોપી છોડી દેવાથી આપ ફ્રોડના શિકાર બની શકો છો. UIDAIએ સ્પષ્ટતા કરી છે કે, તેમની ઓફિસ તરફથી ક્યારેય ઓટીપી નંબર કે અન્ય વ્યક્તિગત જાણકારી નથી માંગવામાં આવતી. આ કારણે આધાર સાથે જોડાયેલા નંબર આવતા ઓટીપી નંબર કોઇ સાથે શેર ન કરો. ક્યારેક આપના આધાર સાથે અન્યના મોબાઇલ નંબર લીંક ન કરો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram