આધારકાર્ડ પર ઓનલાઇન આપનો ફોટો ચેન્જ કઇ રીતે કરશો, સમજી લો તેના સ્ટેપ
કેટલાક લોકો આધાર કાર્ડ પર તેનો ફોટો જોઇને સંતુષ્ટ નથી થતાં અને આધાર કાર્ડ પર ફોટોને લઇને કેટલાક મીમ પણ બની ચૂક્યાં છે. જો આપ પણ આપના આધાર કાર્ડના ફોટોથી સંતુષ્ટ ન હો તો આપ આધાર કાર્ડમાં ફોટો ચેન્જ કે અપડેટ કરી શકો છો. જો કે યાદ રાખો આ માટે આપને કોઇ પણ ફોટો જમા કરાવવાની જરૂર નથી કારણ કે એક્ઝ્યુકેટિવ વેબ કેમનો ઉપયોગ કરીને રૂબરૂમાં જ તસવીર ક્લિક કરે છે. તો ચાલો જાણીએ લઇએ કે આપ આપના આધારકાર્ડમાં ફોટોને કેવી રીતે ચેન્જ કરી શકો છો. સૌથી પહેલા આપ નજીકના આધાર કેન્દ્ર પર જાવ અથવા તો આધાર કેન્દ્રને ડાઉન લોડ કરો. ત્યારબાદ ફોર્મને પુરી સાવધાનીપૂર્વક ભરો.ભરેલા ફોર્મને સબમિટ કરો અને બાયોમેટ્રિક વિવરણ આપો.