કોવિશીલ્ડ અને કોવેક્સિન બંનેના ડોઝ લઇ શકાય, જાણો વૈજ્ઞાનિકોનો શું મત છે
કોરોનાવાયરસ ચેપને રોકવા માટે સમગ્ર વિશ્વમાં એક વિશાળ રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. આ દરમિયાન, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) પુણેએ આ સંદર્ભે વિશેષ સંશોધન કર્યું છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે. કોવિશિલ્ડ અને કોવાક્સિનની મિશ્ર વેક્સિનથી વધુ લાભ મળી રહ્યો છે. તેની અસર સમાન એક જ રસીના બે ડોઝથી વધુ છે. 18 લોકો પર કરવામાં આવેલા આ સંશોધનની હજુ સંપૂર્ણ સમીક્ષા થવાની બાકી છે. જેમના સેમ્પલ પણ 90 દિવસ, 180 દિવસ અને 365 દિવસે લેવામાં આવશે. કેટલાક વૈજ્ઞાનિકોનું કહેવું છે કે રસીઓનું સંયોજન કોવિડ -19 સામેની લડાઈને મજબૂત બનાવી શકે છે કારણ કે વિવિધ રસીઓના ડોઝ કોવિડ-19 સામે વધુ શક્તિશાળી રોગપ્રતિકારક પ્રતિક્રિયા પેદા કરે છે. ઉલ્લેખનિય છે કે, જર્મન સ્ટેન્ડિંગ કમિટી ઓન ઇમ્યુનાઇઝેશન (STIKO) એ પણ સલાહ આપે છે કે જેમણે એસ્ટ્રાઝેનેકાની રસીનો પ્રથમ ડોઝ લીધો હોય તે બીજા ડોઝ તરીકે મોર્ડના રસી લઈ શકે છે. કેનેડામાં પણ મિક્સ રસી સૂચવવામાં આવી છે.