ઇન્ડિયન પ્રિમિયગ લીગના મેગા ઓક્શનને હવે ગણતરીના દિવસો બાકી છે. 12 અને 13 ફેબ્રુઆરીના રોજ બેંગલુરુમાં ખેલાડીઓની હરાજી કરાશે. આ મેગા ઓક્શનમાં 200થી વધુ ખેલાડીઓ ખરીદાય તેવી સંભાવના છે
શ્રીકર ભરતને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી તેને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી નથી. આઇપીએલની છેલ્લી સીઝનમાં શ્રીકર ભરતે આરસીબી ટીમનો હિસ્સો હતો.
19 વર્ષના રાજ બાવા અંડર-19 વર્લ્ડકપમાં ભારતીય ટીમની જીતનો હિરો હતો. તેણે યુગાન્ડા વિરુદ્ધ 162 રનની ઇનિંગ રમી હતી. ફ્રેન્ચાઇઝી તેને ખરીદવા માટે પોતાનો ખજાનો ખોલી શકે છે.
વિદર્ભના ઝડપી બોલર દર્શન નાલકંડેનો ટી-20માં શાનદાર રેકોર્ડ છે. ટુનામેન્ટમાં પંજાબ કિગ્સ ટીમનો હિસ્સો રહી ચૂક્યો છે. પરંતુ તેને હજુ સુધી રમવાની તક મળી નથી. 23 વર્ષના દર્શનના નામે ફક્ત 22 ટી-20 મેચમાં 43 વિકેટ છે.
વિદર્ભના વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્મા આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સનો હિસ્સો રહી ચૂક્યો છે પરંતુ હજુ સુધી તેને તક મળી નથી. તમામ ટીમો તેના પર નજર રાખશે.
19 વર્ષના તિલક વર્મા 2020 અંડર-19 વર્લ્ડકપમાં ભારતીય ટીમનો હિસ્સો હતો. તેણે હૈદરાબાદ માટે 15 ટી-20 મેચમાં 143ની સ્ટ્રાઇક રેટથી 381 રન બનાવ્યા છે.