જાફરાબાદના ટીંબી ગામની બજારમાં સિંહના મોડી રાત્રીના સમયે આંટાફેરા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. સુમસામ રસ્તા પર સિંહની ચહલ કદમીનો વીડિયો સામે આવ્યો છે. ડાલામથ્થા સિંહના આંટાફેરાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. મુખ્ય બજારમાં સિંહ ચડી આવતા લોકોમાં ભય છે શિયાળામાં સિંહોની ભૂખ ઉઘડતા ગ્રામ્ય વિસ્તારો તરફ આવી ચડતાં હોવાનું અનુમાન છે.