હરનાઝ સંધુ પહેલા માત્ર બે ભારતીય સુષ્મિતા સેને 1994માં અને લારા દત્તાએ 2000માં આ ખિતાબ જીત્યો છે. હરનાઝે 2017માં ટાઇમ્સ ફ્રેશ ફેસ બેક સાથે તેની સૌંદર્ય સ્પર્ધાની શરૂઆત કરી હતી 21 વર્ષીય હરનાઝ હાલમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ કરી રહી હરનાઝ સંધુએ પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હરનાઝને મિસ યુનિવર્સ 2021 પેઝન્ટ માટે ટોપ ફેવરિટ તરીકે ગણવામાં આવી હતી. 21 વર્ષના લાંબા સમય પછી હરનાઝ સંધુએ આ તાજ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે. હરનાઝ સંધુએ ફેમિના મિસ ઈન્ડિયા પંજાબ 2019 જેવા ઘણા પેજન્ટ ટાઇટલ પણ જીત્યા છે.