ટોલીવુડ અભિનેત્રી અનુપમા પરમેશ્વરને 2015ની ફિલ્મ પ્રેમમ સાથે ડેબ્યૂ કર્યું ત્યારથી જ તેણીએ તેના ઉત્કૃષ્ટ અભિનયથી પ્રેક્ષકોને પ્રભાવિત કર્યા છે.
અનુપમા ફિલ્મ ઉદ્યોગની સૌથી પ્રિય અભિનેત્રીઓમાંની એક બની ગઈ છે, તેની સ્માઇલ અને આકર્ષક વાંકડિયા વાળથી તેની મોહકતા છતી થાય છે. તે તેના સ્ટાઇલિશ પોશાકની પસંદગીથી ફેશન જગતમાં પણ ખુબ પ્રસિદ્ધ છે.
એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેના કેટલાક ફોટા અને વીડિયો ચાહકો સાથે ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.
અનુપમા પરમેશ્વરન સાઉથની જાણીતી અભિનેત્રી છે. તેમણે ખૂબ જ ઓછા સમયમાં દેશભરમાં લોકપ્રિયતા મેળવી છે. એટલું જ નહી તેને મોસ્ટ પોપ્યુલરનો ખિતાબ પણ મળ્યો છે.
અનુપમાએ સાડીમાં તેનું લેટેસ્ટ ફોટોશૂટ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. આમાં તે ગ્રે કલરની સાડીમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
અનુપમાની તસવીરોને સાડા પાંચ લાખથી વધુ લાઈક્સ મળી છે. ચાહકો તેના વખાણ કરતા થાકતા નથી.