અભિનેત્રી સની લિયોનીએ પોતાના અભિનય અને સુંદરતાથી બોલિવૂડમાં ધૂમ મચાવી છે તે આ દિવસોમાં તેલુગુમાં ફિલ્મ 'ગિન્ના'થી ડેબ્યૂ કરવાને લઈને ચર્ચામાં છે. હાલમાં જ આ ફિલ્મનો ટીઝર વીડિયો રિલીઝ કરવામાં આવ્યો હતો તેની ઈવેન્ટ હૈદરાબાદમાં રાખવામાં આવી હતી. આ દરમિયાન અભિનેત્રીએ હાજરી આપીને લાઈમલાઈટ લૂંટી હતી. એડલ્ટ ફિલ્મોથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર સની તેલુગુમાં એન્ટ્રી કરી છે સની લિયોનીએ ઘણી સાઉથ ભાષાની ફિલ્મોમાં ધૂમ મચાવી છે. તે અગાઉ તમિલ અને મલયાલમ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. હવે 'Ginna' દ્તેવારા લુગુમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.