બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમ હાલમાં તેની ફિલ્મને લઇને ચર્ચામાં છે. તેની ફિલ્મ અ થર્સડે ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થઇ છે. ફિલ્મમાં યામીની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે.યામી હાલમાં પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. યામી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને ફેન્સને પોતાની પ્રોફેશનલ લાઈફ વિશે જણાવતી રહે છે. તાજેતરમાં જ તેણે એક ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે જેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરોમાં યામી ખૂબ જ સુંદર લાગી રહી છે. તસવીરોમાં યામી અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. યામીની તસવીરોને 2 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે. યામીની તસવીરો પર ફેન્સ પણ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. ફિલ્મ ‘અ થર્સડે’ માં યામી ગૌતમ સાથે નેહા ધૂપિયા ખૂબ મહત્વની ભૂમિકામાં જોવા મળી રહી છે.