પૂર્વ કેબિનેટ મંત્રી હરકસિંહ રાવતની પુત્રવધૂ અને મિસ ઇન્ડિયા ગ્રાન્ડ ઇન્ટરનેશનલ રહેલી અનુકૃતિ ગુસૈન ચૂંટણી લડી શકે છે અનુકૃતિ હરકસિંહ રાવતની સાથે કોગ્રેસમાં જોડાઇ ગઇ છે. રિપોર્ટ અનુસાર તે આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. અનુકૃતિએ વર્ષ 2014માં મિસ ઇન્ડિયા એશિયા પેસેફિકનું ટાઇટલ જીત્યું હતું અનુકૃતિએ વર્ષ 2018માં હરકસિંહ રાવતના દીકરા તુષિત રાવત સાથે લગ્ન કર્યા હતા. હરકસિંહ રાવતે કહ્યું કે અનુકૃતિને લોકોની સેવા કરતી જોઇ છે. તે ટિકિટની હકદાર છે.