લોકપ્રિય ટીવી સીરિયલ 'અનુપમા'માં આજકાલ બે પરિવારોની અલગ-અલગ વાતો બતાવવામાં આવી રહી છે. ‘અનુપમા’ લગ્ન પછી હનીમૂન સેલિબ્રેટ કરી રહી છે બીજી તરફ કાવ્યાના ડિવોર્સ પેપર પૂરા થતાં શાહ પરિવાર પરેશાન છે. ‘અનુપમા’ની પુત્રવધુ કિંજલે (નિધિ શાહ)એ ફોટોશૂટ કરાવ્યું છે. નિધિ શાહે લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રીએ નારંગી રંગનો વન-પીસ પહેર્યો છે. આ તસવીરોમાં કિંજલ ખૂબ જ હોટ લાગી રહી છે. અનુપમાની વહુની આ ગ્લેમરસ તસવીરોને લોકો લાઇક કરી રહ્યા છે કિંજલે ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે.