પ્રેમાનંદ મહારાજનો આશ્રમ વૃંદાવનમાં છે અને રોજ તેમનો સત્સંગ સાંભળવા માટે ભક્તોની ભીડ જામે છે. ભક્તોની ભીડ, તેમના ઉપદેશના વીડિયો તેઓ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થાય છે. એક ભક્તે મહારાજને પૂછ્યું કે જો મંદિરમાં જો બળજબરીથી દાન માંગવામાં આવે તો તે પાપ છે કે નહીં? આ પ્રશ્નનો જવાબ આપતાં પ્રેમાનંદ મહારાજે જણાવ્યું હતું કે જો તમે મંદિરમાં ગયા હોવ અને માંગવા પર દાન ન આપો તો તમને બિલકુલ કોઈ પાપ નહીં લાગે પ્રેમાનંદ મહારાજ કહે છે કે સત્ય એ છે ભગવાનને તમારી કે બીજા કોઈની કંઈ જરૂર નથી. તેઓ કહે છે કે કુટુંબ પણ ભગવાનનું સ્વરૂપ છે. આપણે સખત મહેનત કરીએ છીએ અને પછી પરિવારને ટેકો મળે છે.