ભગવાન શિવનો મહામૃત્યુંજય મંત્ર ખૂબ જ ચમત્કારિક છે આ મંત્રનો યોગ્ય રીતે જાપ કરવાથી મનુષ્યની દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે. જો આ મંત્રનો યોગ્ય રીતે જાપ કરવામાં ન આવે તો તેનાથી કોઈ ફાયદો થતો નથી. તેથી ભોલેનાથના આ ચમત્કારી મંત્રનો જાપ કરતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો. સૌથી પહેલા મહામૃત્યુંજય મંત્રનું ઉચ્ચારણ યોગ્યતા સાથે કરો. નિર્ધારિત સમયમાં આખા મંત્રનો જાપ કરો. મંત્રનો પાઠ કરતી વખતે હોઠમાંથી અવાજ ન નીકળવો જોઈએ. મંત્રનો જાપ કરતી વખતે અગરબત્તી ચોક્કસથી પ્રગટાવો. રુદ્રાક્ષની માળા સાથે મહામૃત્યુંજય મંત્રનો જાપ પણ કરો. રૂદ્રાક્ષની માળા ગૌમુખીમાં રાખો, સમગ્ર મંત્રનો જાપ કર્યા પછી જ માળા બહાર કાઢો. શિવલિંગ અથવા ભગવાન શિવની મૂર્તિની સામે જ મંત્રનો જાપ કરો. પૂર્વ દિશામાં બેસીને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. જપ કરતી વખતે ભગવાન શિવનું ધ્યાન કરો અને આળસને અંદર ન આવવા દો.