ચોમાસામાં વાહન ચલાવતી વખતે ખુબ કાળજી રાખવી પડે છે

કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી નુકસાનીથી બચી શકાય છે

ચોમાસામાં ગાડીના ટાયરની ગ્રીપ સારી હોવી જરૂરી છે, ઘસાયેલા ટાયર બદલી નાખો

કારની વિન્ડશિલ્ડ વાયપર બ્લેડ સારી સ્થિતિમાં છે કે નહીં તે ચકાસી લો.

ચોમાસાની ધૂંધળાશમાં રસ્તો સ્પષ્ટ જોવા હેડલાઈટ, ટેલલાઈટ અને ફોગ લાઈટ ચાલુ હોવી જોઈએ.

પાણી ભરાયેલા રસ્તા પર કાર બંધ પડી જાય તો ક્યારેય એન્જિન ફરી સ્ટાર્ટ ન કરો.

વરસાદના એસિડિક પાણીથી બોડીને બચાવવા માટે નિયમિત કાર/બાઈક સાફ કરો.

ભીના રસ્તા પર અચાનક બ્રેક ન વાગે તેથી આગળના વાહનથી યોગ્ય અંતર જાળવો.

ચોમાસામાં એકવાપ્લેનિંગથી બચવા હંમેશા સ્પીડ મર્યાદામાં વાહન ચલાવો

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે