આજે અભિનય ક્ષેત્રે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે.

જાણીતી બંગાળી અભિનેત્રી એંડ્રીલા શર્માનું માત્ર 24 વર્ષની ઉંમરે નિધન થતા ગમગીની વ્યાપી જવા પામી છે

આજે બ્રેઈન સ્ટ્રોકના કારણે રવિવારે કોલકાતાની એક હોસ્પિટલમાં અવસાન થયું હતું.

અભિનેત્રી થોડા દિવસ પહેલા જ મલ્ટીપલ કાર્ડિયાક એરેસ્ટનો ભોગ બની હતી અને ત્યારથી તે સારવાર હેઠળ હતી.

એંડ્રીલાને 1 નવેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

તેણીને ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજ હતું અને તેને ડાબી બાજુના ફ્રન્ટોટેમ્પોરોપેરીએટલ ડી-કમ્પ્રેસિવ ક્રેનિયોટોમી સર્જરી કરવામાં આવી હતી

કેન્સર સર્વાઈવર એંડ્રીલા શર્માનો જન્મ અને ઉછેર પશ્ચિમ બંગાળના બેરહામપોરેમાં થયો હતો.

તેણીએ ઝુમુર સાથે ટેલિવિઝનની શરૂઆત કરી અને 'મહાપીઠ તરપીઠ', 'જીબોન જ્યોતિ' અને 'જિયોન કાથી' જેવા શોમાં અભિનય કર્યો.

તે આમી દીદી નંબર 1 અને લવ કેફે જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.

તમામ તસવીર સૌજન્યઃ aindrila.sharma ઈન્સ્ટાગ્રામ