એક્ટ્રેસ આરતી સિંહ તેના બોયફ્રેન્ડ દીપક ચૌહાણ સાથે લગ્ન કરવા જઇ રહી છે આરતી સિંહ ગોવિંદાની ભાણી અને કૃષ્ણા અભિષેકની બહેન છે રિપોર્ટ અનુસાર આરતી સિંહ આ વર્ષે તેના બોયફ્રેન્ડ દીપક ચૌહાણ સાથે લગ્ન કરવા જઈ રહી છે. હિન્દુસ્તાન ટાઈમ્સના એક અહેવાલ મુજબ, આરતી સિંહ એપ્રિલ અથવા મે મહિનામાં લગ્ન કરી શકે છે. અભિનેત્રી ડેસ્ટિનેશન વેડિંગને બદલે મુંબઈમાં ભવ્ય લગ્ન કરવાનું વિચારી રહી છે. રિપોર્ટ અનુસાર, તેના લગ્નના પ્લાનમાં બેચલર પાર્ટી પણ સામેલ છે. અભિનેત્રીએ ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. તે ‘સસુરાલ સિમર કા’ થી લઇને ‘ઉડાન’ જેવી સિરિયલોમાં જોવા મળી છે. આરતી સિંહ વિવાદાસ્પદ શો બિગ બોસ 13માં પણ જોવા મળી હતી All Photo Credit: Instagram