બોલીવૂડ એક્ટ્રેસ મૌની રોયનો લગ્ન પછી નવો લૂક સામે આવ્યો છે. મૌની રોય સાડીમાં માથામાં સિંદૂર પૂરીને ગળામાં જ્વેલરી સાથે નજર આવી હતી. મૌની રોયે ઇન્સ્ટાગ્રામ પેજ પર ત્રણ તસવીરો શેર કરી છે. જેમાં બે તસવીરોમાં તે જ્વેલરી અને લાલ સાડીમાં નજર આવી રહી છે. ત્રીજી તસવીરમાં તે પતિ સૂરજ નામ્બિયાર સાથે નજર આવી રહી છે. લાલ કલરની સાડીમાં મૌની રોય ગોર્જિયસ લાગી રહી છે. મૌનીએ બોયફ્રેન્ડ સુરજ સાથે લગ્ન કર્યા છે. મૌની સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. મૌની લગ્નની તસવીરો શેર કરે છે. મૌની રોયને ચાહકો ખૂબ જ પસંદ કરે છે.