આમિર ખાને જૂલાઇ 2021માં કિરણ રાવ સાથે પોતાના લગ્ન તૂટ્યાની જાહેરાત કરી તમામને ચોંકાવી દીધા છે. બંન્નેના લગ્ન 15 વર્ષ ટક્યા હતા. સાઉથની જાણીતી એક્ટ્રેસ સામંથાએ એક્ટર નાગા ચૈતન્ય સાથે લગ્ન તૂટ્યાની જાહેરાત કરી ચર્ચામાં આવી હતી. બંન્ને લગ્ન ચાર વર્ષ ટક્યા હતા. નુસરતે નિખિલ પર પૈસાની ચોરી અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. બંન્નેના લગ્ન બે વર્ષ ટક્યા હતા. શાલિનીએ હનીસિંહ પર મારપીટ, ઘરેલુ હિંસા અને માનસિક ત્રાસનો આરોપ લગાવ્યો હતો અને અલગ થઇ ગઇ હતી. બંન્નેએ 2011માં લગ્ન કર્યા હતા. બોલિવૂડ એક્ટ્રેસ કીર્તિ કુલ્હારીએ આ વર્ષે તેના પતિ સાહિલ સહગલથી ડિવોર્સ લીધા હતા. તેમણે એક સ્ટેટમેન્ટ જાહેર કરી આ વાતની પુષ્ટી કરી હતી.