આલિયા ભટ્ટે તેના હેન્ડસમ પતિ રણબીર કપૂર સાથેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે જેમાં બંને એકબીજાની બાહોમાં પોઝ આપતા જોવા મળ્યા હતા. આલિયા ભટ્ટે અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગની તસવીરો શેર કરી છે. તસવીરોમાં તે તેના પતિ રણબીરનો હાથ પકડીને ચાલતી જોવા મળી હતી. ક્રૂઝ પાર્ટીની આ તસવીરોમાં આલિયા ભટ્ટ ઓફ-શોલ્ડર ગાઉનમાં જોવા મળી રહી છે જ્યારે રણબીર કપૂર લાલ બ્લેઝર અને બ્લેક પેન્ટમાં જોવા મળ્યો હતો. તસવીરોમાં કપલની કેમિસ્ટ્રી જોઇ ફેન્સ ખુશ થયા છે. આલિયા અને રણબીરની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી હતી. આ સ્ટાર કપલ મંગળવારે સવારે તેમની પ્રિય પુત્રી રાહા કપૂર સાથે તેમના નવા બંગલાનું કામ જોવા માટે આવ્યું હતું. All Photo Credit: Instagram