બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર તેની નવી તસવીરો શેર કરી છે આલિયાએ સફેદ ફૂલોવાળી સુંદર સાડી પહેરેલી પોતાની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેણે આ પોસ્ટ સ્વર્ગસ્થ અભિનેતા અને ફિલ્મ નિર્માતા રાજ કપૂરના 100 વર્ષની ઉજવણીને સમર્પિત કરી છે. આ ખાસ પોસ્ટ સિનેમા જગતમાં રાજ કપૂરના 100 વર્ષ પૂર્ણ થયાની યાદમાં કરવામાં આવી છે. આલિયાએ આ તસવીર દ્વારા તેને શ્રદ્ધાંજલિ આપી છે, જે તેના ફેન્સ અને ઈન્ડસ્ટ્રી માટે એક ખાસ મેસેજ છે. કપૂર પરિવાર આ ખાસ પ્રસંગને ફિલ્મ ફેસ્ટિવલની જેમ સેલિબ્રેટ કરી રહ્યો છે. રાજકુમાર રાવ અને અન્ય સેલિબ્રિટીઓએ પણ આ પોસ્ટને લાઈક કરી છે. તેણે વર્ષ 2022માં બોલિવૂડ એક્ટર રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા. All Photo Credit: Instagram