ટીવી એક્ટ્રેસ ક્રિસ્ટલ ડિસોઝા તેની બોલ્ડનેસ માટે જાણીતી છે. તેણે તાજેતરમાં જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે તેણે પોતાના કરિયરની શરૂઆત સીરિયલ 'એક હજારો મેં મેરી બહના હૈ'થી કરી હતી. ક્રિસ્ટલનો જન્મ 1 માર્ચ, 1990ના રોજ થયો હતો. જ્યારે તે કોલેજમાં હતી ત્યારે અભિનયની શરૂઆત કરી હતી. જોકે, એક સમય એવો હતો જ્યારે ક્રિસ્ટલ ડિસોઝા અભિનેત્રી બનવા માંગતી ન હતી. વાસ્તવમાં ક્રિસ્ટલનું સપનું એર હોસ્ટેસ બનવાનું હતું, પરંતુ તેના નસીબમાં કંઈક બીજું જ હતું. ક્રિસ્ટલે અત્યાર સુધી ‘કહે ના કહે’, ‘ક્યા દિલ મેં હૈ’, ‘કસ્તુરી’ જેવી સિરિયલોમાં કામ કર્યું છે. ક્રિસ્ટલના ફેવરિટ ડેસ્ટિનેશન વિશે વાત કરીએ તો તે ગોવા છે. All Photo Credit: Instagram