આ સપ્તાહે IPO માર્કેટમાં થોડી નરમાઈ જોવા મળી રહી છે આગામી 5 દિવસમાં માત્ર 2 નવા IPO લોન્ચ થઈ રહ્યા છે. જોકે આ બંને IPO SME સેગમેન્ટમાં આવી રહ્યા છે. Chatha Foodsનો પ્રથમ IPO આવી રહ્યો છે 34 કરોડનો આ ઈશ્યુ 19 માર્ચે ખુલશે. વિશ્વાસ એગ્રી સીડ્સનો IPO 21 માર્ચે ખુલશે તેની સાઈઝ લગભગ 26 કરોડ રૂપિયા હશે આ અઠવાડિયે 9 નવા શેરનું લિસ્ટિંગ પણ થશે. જેમાં પોપ્યુલર વ્હીકલ અને ક્રિસ્ટલ ઈન્ટીગ્રેટેડનો સમાવેશ થાય છે બંને મેઈનબોર્ડ આઈપીઓ ગયા અઠવાડિયે આવ્યા હતા