આજકાલ ATM અને ક્રેડીટ કાર્ડનો ઉપયોગ સામાન્ય બની ગયો છે

જો તમારું ATM કાર્ડ ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય, તો તમારા બેંક એકાઉન્ટ ખાલી થવાનું જોખમ રહે છે

પરંતુ ડરો નહીં કેટલાક સ્ટેપ દ્વારા તમે તમારા પૈસાને સુરક્ષીત રાખી શકો છો

જો કાર્ડ ખોવાઈ જાય, તો સૌથી પહેલા તમારા બેંકના કસ્ટમર કેર નંબર પર કોલ કરીને તમારા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડને તરત જ બ્લોક કરાવો

કાર્ડ બ્લોક કરાવ્યા પછી, તમારી બેંકની શાખામાં જઈને નવા ATM કાર્ડ માટે અરજી કરો

કાર્ડ બ્લોક થયાના 5 થી 7 કામકાજના દિવસોમાં બેંક તમારા રજિસ્ટર્ડ સરનામે નવું કાર્ડ અને પિન મોકલી દેશે.

જો તમારે તાત્કાલિક કાર્ડ જોઈએ છે, તો તમે આઈડી પ્રૂફ સાથે બેંકમાં જઈને હાથોહાથ નવું કાર્ડ પણ મેળવી શકો છો

સાવચેતીના ભાગરૂપે, જો તમે નેટ બેંકિંગનો ઉપયોગ કરતા હોવ, તો તમારા એકાઉન્ટનો પાસવર્ડ પણ બદલી નાખો

હંમેશા ધ્યાન રાખો કે જ્યારે પણ તમે ATM માંથી પૈસા ઉપાડો, ત્યારે કામ પત્યા પછી 'કેન્સલ' (Cancel) બટન દબાવવાનું ભૂલશો નહીં

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે